Latest News

Technology News

Entertainment

New Gujarat Samachar Your trusted source for credible and timely news. Dedicated to truth, transparency, and relevance, we bring breaking stories, in-depth analysis, and diverse perspectives. Covering politics, business, lifestyle, science, and more, we aim to inform, inspire, and empower our readers. Join us to stay informed and engaged with the world around you!

Sport News

અભિષેક પોરેલનું બંગાળ રણજી ટીમમાં સિલેક્શન:બળાત્કાર કેસમાં જામીન પર છે; શમી, મુકેશ અને આકાશ દીપ પણ ટીમમાં છે

રેપ કેસમાં જામીન પર ચાલી રહેલા વિકેટકીપર-બેટર અભિષેક પોરેલને રણજી ટ્રોફીની નવી સીઝનની પ્રથમ મેચ માટે બંગાળની ટીમમાં સામેલ કર્યો છે. એલિટ ગ્રુપ-Cની ઓપનિંગ મેચમાં બંગાળનો સામનો દિલ્હી સામે થશે. ટીમની કેપ્ટનશિપ અભિમન્યુ ઈશ્વરન કરશે. આ ટીમમાં મોહમ્મદ શમી, મુકેશ કુમાર અને આકાશદીપને પણ સ્થાન આપવામાં આવ્યું છે. 30 જૂને એક મેડિકલ વિદ્યાર્થીનીએ પોરેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોરેલે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે. કોર્ટે 18 સપ્ટેમ્બરે તેને જામીન આપ્યા હતા. ઈડન ગાર્ડન્સની જગ્યાએ કલ્યાણીમાં થશે મેચ બંગાળ અને દિલ્હી વચ્ચેનો મુકાબલો કાલ્યાણીના બંગાળ ક્રિકેટ અકાદમી ગ્રાઉન્ડ પર રમાશે. પહેલાં આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં યોજાવાની હતી. બંગાળ ઉપરાંત, ગ્રુપ-Cમાં ગુજરાત, ઝારખંડ, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા અને સર્વિસિસ છે. ઈડન ગાર્ડન્સમાં 10 ઓક્ટોબરે મહાલય સાથે શરૂ થઈ રહેલા દુર્ગા પૂજા ઉત્સવના ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને કારણે મેચને કાલ્યાણી ખસેડવામાં આવી છે. શમી, મુકેશ અને આકાશ દીપ પણ ટીમમાં સામેલ આકાશ દીપ ઈજામાંથી વાપસી કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં આ મેચ તેના માટે ફિટનેસ અને ફોર્મ સાબિત કરવાની તક હશે. ઝડપી બોલિંગમાં તેના ઉપરાંત સૂરજ સિંધુ જયસવાલ, પ્રદીપ્ત પ્રમાણિક અને મો. કૈફને સ્થાન મળ્યું છે. અભિષેક પર મેડિકલ વિદ્યાર્થિનીએ લગાવ્યા હતા આરોપ અભિષેક પોરેલ પર એક કોલેજ વિદ્યાર્થિનીએ બળાત્કાર, લગ્નનું વચન આપીને જાતીય સંબંધ બાંધવા અને ગુનાહિત ધમકી આપવાના આરોપ લગાવ્યા હતા. ધરપકડ બાદ તે લગભગ 36 દિવસ જેલમાં રહ્યો હતો. મામલો હજુ કોર્ટમાં વિચારાધીન છે. 11 ઓગસ્ટ: ધરપકડ બાદ પોરેલને કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે તેમને 3 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો. 14 ઓગસ્ટ: પોલીસ કસ્ટડી પૂર્ણ થયા બાદ પોરેલને જામીન મળ્યા નહીં. કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો. અભિષેક પહેલાં યશ દયાલ, શિવાલિક શર્મા અને વિપરાજ નિગમ જેવા ક્રિકેટરો પર પણ બળાત્કારના આરોપો લાગ્યા છે. BCCIએ તેમને ખેલાડીઓને શિસ્તબદ્ધ રહેવાની સૂચના આપી છે. અભિષેક IPL 2026 બાદથી સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યો નથી પોરેલે IPL 2026માં દિલ્હી કેપિટલ્સ માટે માત્ર ચાર મેચ રમી હતી. ત્યાર બાદથી તે કોઈ સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યો નથી. આસામ સામેની પ્રેક્ટિસ મેચ તેના માટે લાંબા વિરામ બાદ મેદાન પર પરત ફરવાની તક હશે. બંગાળની 16 સભ્યોની ટીમ અભિમન્યુ ઈશ્વરન (કેપ્ટન), સુદીપ કુમાર ઘરામી (વાઇસ કેપ્ટન), સુદીપ ચેટર્જી, અભિષેક પોરેલ (વિકેટકીપર), અંકુર પોલ, સુમંતા ગુપ્તા, અંકિત શુક્લા, શુભમ ચેટર્જી, મોહમ્મદ શમી, આકાશ દીપ, મુકેશ કુમાર, સૂરજ સિંધુ જયસ્વાલ, પ્રદીપ્ત પ્રમાણિક, આમિર ગની, મો. કૈફ, સૌમ્યદીપ મંડલ. સ્ટેન્ડ-બાય: કરણ લાલ, અખિલેશ યાદવ, ગીત પુરી, અભિષેક કેઆર રમણ, શુભમ સરકાર, સુમિત મોહંતા, આદિત્ય પુરોહિત.

Astrology